News Portal...

Breaking News :

શહેરમાં તિરંગા યાત્રા રેલી ને લઇ સ્થાયી સમિતિ ચેરમેન ના અધ્યક્ષ સ્થાને એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું

2024-08-05 23:12:43
શહેરમાં તિરંગા યાત્રા રેલી ને લઇ સ્થાયી સમિતિ ચેરમેન ના અધ્યક્ષ સ્થાને એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું





શહેરમાં તિરંગા યાત્રા રેલીને લઇ સ્થાયી સમિતિ ચેરમેન ના અધ્યક્ષ સ્થાને એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ સહીત વિવિધ સંસ્થા, એનજીઓ અને વિવિધ સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિતિમા યોજવામાં આવી હતી.

શહેરમાં તિરંગા યાત્રા રેલીને લઇ સ્થાયી સમિતિ ચેરમેન ના અધ્યક્ષ સ્થાને એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં રેલીના મુખ્ય કાર્યક્રમના સ્થળે સ્ટેજ સહિત તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અને આ રેલી માટે વિવિધ સંસ્થાઓ તેમજ નાગરિકો, ધાર્મિક સંસ્થાઓ, રમત ગમત સંકળાયેલ સંસ્થાઓ અખાડાઓ શિક્ષણ સંસ્થા ચલાવતા સંચાલકો સાથે થયેલ ચર્ચા વિચારણા મુજબ આશરે ૨૫૦૦૦ જેટલી જનમેદની આ રેલીમાં ભાગ લે તે મુજબનુ આયોજન કરવામાં આવ્યુ છે.




કાર્યક્રમમાં મહાનગરપાલિકા,જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પોલિસ તંત્ર સહિત અન્ય સરકારી અર્ધસરકારી એકમો, સામાજીક ધાર્મિક સંસ્થાઓ વિવિધ શાળા કોલેજના બાળકો, શિક્ષકો આંગણવાડી કાર્યકરો, એનજીઓ, અગ્રણી નાગરિકો સંસ્થાઓ વિગેરે ઉપસ્થીત રહશે. તેવુ આયોજન કરવામાં આવશે.
તિરંગા યાત્રાના પ્રારંભે યાત્રાના રૂટ પર વિવિધ ઈમારતો અને જાહેર માર્ગો પર રાષ્ટ ધ્વજ અને તિરંગા પટ્ટા લગાવવામાં આવશે તેમજ શહે૨ની ઐતિહાસીક ઈમારતોને વિવિધ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવશે.




તિરંગા યાત્રાના રૂટ પર અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવી વિવિધ રાજયોની વેશભૂષા પહેરી દેશ ભડિતાના ગીતો પર વિવિધ ગ્રુપ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરશે.સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શિતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં, માન.મ્યુનિસિપલ કમિશનર ડે. મ્યુનિસિપલ કમિશનર, આસી.મ્યુનિસિપલ કમિશનર તેમજ નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી વિવિધ સંસ્થા, એનજીઓ અને વિવિધ સંસ્થાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમા. આયોજિત થનાર કાર્યક્રમો અંતર્ગત વિવિધ આયોજનો જેમા ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને કવીઝ સ્પર્ધાઓ યોજવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.

Reporter:

Related Post